Site icon Hindustan 24×7 News

રાજકુમાર અને માનુષીની માલિક આવતા મહિને રીલિઝ કરાશે

– માનુષીને કેરિયર ઉગારવા આ ફિલ્મ પર આશા

– આમિરની સિતારે ઝમીન પર સાથે ટક્કર ટાળવા ફિલ્મની રીલિઝ એક મહિના મોડી

મુંબઇ: રાજકુમાર રાવ  અને માનુષી છિલ્લરની ફિલ્મ ‘માલિક’ આવતા મહિને રીલિઝ થવાની છે. ફિલ્મનું ટીઝર તાજેતરમાં રીલિઝ કરાયું છે. હવે એક નવાં  ગીતની પણ રાજકુમાર રાવે જાહેરાત કરી છે. તેણે પોતાની હિરોઈન તરીકે માનુષીને ઈન્ટ્રોડયૂસ કરી છે.

આ ફિલ્મ ચાલુ મહિનામાં રીલિઝ થવાની હતી. જોકે, આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ સાથે ટક્કર ટાળવા માટે ફિલ્મને આવતા મહિના પર ઠેલવામાં આવી છે.

આ ફિલ્મ એક ગેંગસ્ટરની જિંદગી પર આધારિત હોવાનું કહેવાય છે.

ફિલ્મમાં રાજકુમાર રાવ એકશન દ્રશ્યો કરતો દેખાશે. રાજકુમાર રાવ ‘સ્ત્રી’ તથા ‘ભૂલચૂક માફ’ જેવી કોમેડી ફિલ્મોમાં ટાઈપકાસ્ટ થઈ ગયો છે. આ ફિલ્મ દ્વારા  તે એક્શન હિરો તરીકે સ્થાપિત થવા માગે છે. માનુષી માટે કારકિર્દીની આ મહત્વની ફિલ્મ છે. અક્ષય કુમાર સાથેની ‘સમ્રાટ પૃથ્વીરાજ ‘ ફિલ્મ ટિકિટબારી પર ફલોપ ગયા બાદ માનુષીની કેરિયર ડગુમગુ થઈ ચુકી છે.

Exit mobile version