ENG vs WI : 16 વર્ષ જૂનો ક્રિસ ગેઇલનો રેકોર્ડ તૂટ્યો, ઈંગ્લેન્ડના ઓપનર્સની ધમાકેદાર બેટિંગ

ઈંગ્લેન્ડના ઓપનર્સ બેન ડકેટ અને જેમી સ્મિથે મંગળવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં

ENG vs WI : ઈંગ્લેન્ડના ઓપનર્સ બેન ડકેટ અને જેમી સ્મિથે મંગળવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં સેન્ચ્યુરીની પાર્ટનરશિપ કરીને પોતાનું નામ ઈતિહાસના પાનામાં નોંધાવ્યું છે.

સાઉથેમ્પ્ટનમાં રમાયેલી મેચમાં ડકેટ અને સ્મિથે માત્ર 53 બોલમાં 120 રનની શાનદાર પાર્ટનરશિપ કરી. બંનેએ મળીને 13.58ના રન રેટથી રન બનાવ્યા. આ ઈંગ્લિશ જોડીએ તોફાની અંદાજમાં સેન્ચ્યુરીની પાર્ટનરશિપ કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે.

ડકેટ અને સ્મિથે ઈતિહાસ રચ્યો

ડકેટ અને સ્મિથે સેન્ચ્યુરીની પાર્ટનરશિપ કરીને ઈતિહાસ રચી દીધો છે. બંનેએ ઈંગ્લેન્ડની ધરતી પર સૌથી ઝડપી સેન્ચ્યુરીની પાર્ટનરશિપનો રેકોર્ડ બનાવ્યો અને ક્રિસ ગેઈલ અને આન્દ્રે ફ્લેચરનો 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગેઈલ-ફ્લેચરે 2009માં ઇંગ્લેન્ડની ધરતી પર ઓસ્ટ્રેલિયા સામે સૌથી ઝડપી સેન્ચ્યુરીની પાર્ટનરશિપનો રેકોર્ડ બનાવ્યો હતો.

તમને યાદ અપાવી દઈએ કે ઈંગ્લેન્ડમાં T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં માત્ર ત્રણ ઓપનિંગ જોડી છે, જેણે 10 થી વધુ રન રેટથી સેન્ચ્યુરીની પાર્ટનરશિપ પૂર્ણ કરી છે. ત્રીજી જોડી પાકિસ્તાનના બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની છે, જેણે 2021માં ઈંગ્લેન્ડ સામે 10.2ના રન રેટથી 150 રન બનાવ્યા હતા.

ઈંગ્લેન્ડમાં T20માં સૌથી ઝડપી ઓપનિંગ પાર્ટનરશિપ (100+રન)

ખેલાડી

રન

રન રેટ

વિરોધી

સ્થાન

વર્ષ

બેન ડકેટ, જેમી સ્મિથ

120

13.58

વેસ્ટ ઈન્ડિઝ

સાઉથેમ્પ્ટન

2025

ક્રિસ ગેઈલ, આન્દ્રે ફ્લેચર

133

11.56

ઓસ્ટ્રેલિયા

ઓવલ

2009

બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન

150

10.2

ઈંગ્લેન્ડ

નોટિંગહામ

2021

વધુ એક મોટો રેકોર્ડ

બેન ડકેટ અને જેમી સ્મિથ પ્રથમ ઈંગ્લિશ જોડી બની, જેણે વિશ્વમાં ક્યાંય પણ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 13 કે તેથી વધુ રન રેટથી સેન્ચ્યુરીની પાર્ટનરશિપ પૂરી કરી. અગાઉ આ રેકોર્ડ જોસ બટલર અને ફિલ સોલ્ટના નામે હતો, જેમણે 2024માં બાર્બાડોસમાં 12.10ના રન રેટથી 117 રનની પાર્ટનરશિપ કરી હતી.

ખેલાડી

રન

રન રેટ

વિરોધી

સ્થાન

વર્ષ

બેન ડકેટ, જેમી સ્મિથ

120

13.58

વેસ્ટ ઈન્ડિઝ

સાઉથેમ્પ્ટન

2025

જોસ બટલર, ફિલ સોલ્ટ

117

12.10

અમેરિકા

બાર્બાડોસ

2024

જોસ બટલર, ફિલ સોલ્ટ

117

18.89

વેસ્ટ ઈન્ડિઝ

ટારુબા

2023

વેસ્ટ ઈન્ડિઝના સૂપડા સાફ

તમને જણાવી દઈએ કે, ઓપનર્સની ધમાકેદાર ઈનિંગ્સના કારણે ઈંગ્લેન્ડે ત્રીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 248 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડીઝની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 211 રન બનાવી શકી હતી.

આ પણ વાંચો: બેંગ્લુરુ નાસભાગ મામલે કર્ણાટક સરકારે BCCI-RCBના માથે ઠીકરું ફોડ્યું, કોર્ટમાં કરી આવી દલીલ

આમ ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝની ત્રણ T20 ઈન્ટરનેશનલ મેચોની સીરિઝમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું. યજમાન ટીમે પહેલી T20 21 રનથી અને બીજી T20 4 વિકેટથી જીતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button